Get The App

બોગસ ગ્રાહક મોકલી પોલીસે દ્વારા બાંગ્લાદેશી યુવતીઓના શોષણનો પર્દાફાસ

ઇસનપુર હાઇવ ઉપર કોમ્પલેક્ષમાં ત્રણ નાની દુકાનોમાં હોટલ બનાવી ગોરખધંધો

નારોલમાં એસઓજી ક્રાઇમે દરોડો પાડતાં દોડધામ મચી

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News

 અમદાવાદ,શનિવારબોગસ ગ્રાહક મોકલી પોલીસે દ્વારા બાંગ્લાદેશી  યુવતીઓના શોષણનો પર્દાફાસ 1 - image

બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવીને તેઓનું શારિરીક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની માહીતી આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચની ટીમે નારોલ ઇસનપુર હાઇવે ઉપર બોગસ ગ્રાહક મોકલીને દરોડો પાડયો હતો અને ત્રણ નાની  દુકાનોમાં હોટલ બનાવીને બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીના લાભ ઉઠાવીને તેમની પાસે ખરાબ કૃત્ય કરાવતા હતું. પોલીસે સ્થળ ઉપર ગ્રાહકો પાસેથી કમિશન લેતી મહિલા એજન્ટ સહિત ત્રણ મહિલાને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં એસઓજી ક્રાઇમે દરોડો પાડતાં દોડધામ મચી,બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવનાર મહિલા એજન્ટ સહીત બાંગ્લાદેશની ચાર મહિલા પકડાઈ

એસ.ઓ.જી.ક્રાઇમ બ્રાંન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદમાં ગેરકાયદે રહેતી બાંગ્લોદેશી  મહિલાઓનું એક શખ્સ અને તેના મળતીયા દ્વારા મહિલાનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને પોલીસે નારોલ ઇસનપુર હાઇવે પરના જલપરી કામ્પલેક્ષમાં નકલી ગ્રાહ મોકલીને દરોડા પાડયો હતો. આરોપીઓ કોમ્પલેક્ષની ત્રણ નાની ઓરડીઓમાં હોટલ બનાવીને તેમાં ગ્રાહક બોલાવીને દેહવ્યાપાર કરાવતા હતા.

પોલીસે દરોડા પાડીને સ્થળ ઉપરથી વટવાની એક મહિલા એજન્ટ સહીત ચાર મહિલાઓની અટકાયત કરી હતી મહિલા એજન્ટ કમિશન લઇને આ ગોરખધંધો ચલાવતી હોવાનું બહાર આવ્યું છે જેને લઇને એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધીને કેટલા સમયથી આ ધંધો ચાલતો હતો અને દુકાન તથા હોટલના માલિકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


Tags :