ઇન્વેસ્ટમેન્ટના નામે વડોદરાની મહિલા કન્સલ્ટન્ટ સાથે 1.50 કરોડની ઠગાઈ, 12.56 કરોડનો નફો દેખાતો હતો
Vadodara Cyber Crime : વડોદરા ગોત્રી વિસ્તારમાં ઓફિસે ધરાવતી એક મહિલા સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે ઓનલાઈન ઠગાઈ થતાં મહિલાએ દોઢ કરોડ જેટલી રકમ ગુમાવી છે.
ગોત્રી વિસ્તારમાં રાજેશ ટાવર ખાતે રહેતા તેજસ્વી ગાંધીએ પોલીસને કહ્યું છે કે, હું ભાગીદારીમાં આઇટી રિટર્ન, જીએસટી વગેરેનું કામ કરું છું. ગઈતા 23મી માર્ચના રોજ મને એક મેસેજ આવ્યો હતો જેમાં ઝીરોધાના સ્પેશીયલ ગેસ્ટ વિજય સિંગ ફ્રી વીઆઈપી વોટસઅપ સ્ટોક શેરિંગ ગ્રુપ ચાલુ કરવાનો છે અને માર્કેટને લગતી આપવાના છે તેમ જણાવાયું હતું અને એક લિંક આપવામાં આવી હતી.
મહિલાએ કહ્યું છે કે આ લીંક ઉપર ક્લિક કરતા મને વિજયસિંહ રોકાણ સેશનમાં એડ કરવામાં આવી હતી. આ ગ્રુપમાં 101 જેટલા મેમ્બર્સ હતા. વિજય સિંગ ટિપ્સ આપતો હતો અને ગ્રુપના મેમ્બર્સ સારો નફો થાય તેના સ્ક્રીનશોટૅ મુકતા હતા. જેથી એક મહિના સુધી મેં વોચ કરી હતી.
ત્યારબાદ આ ગ્રુપમાં યુએસ સ્ટોક અને ઇન્ડિયન સ્ટોપમાં ટ્રેડિંગ કરવું હોય તો સ્ટોક બ્રોકર હીરા કેપિટલ કોર્પોરેશનનું સ્પેશિયલ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે તેવો મેસેજ મુકાયો હતો. જેથી મેં ડોક્યુમેન્ટ મૂકી ઇન્વેસ્ટમેન્ટની ઈચ્છા કરતા આ ગ્રુપના એડમીન વિજય સિંગર મોબાઈલ નંબર ઉપરથી લિંક મોકલવામાં આવી હતી. તેમાં આઈડી પાસવર્ડ બનાવી મારી પાસે એપ ચાલુ કરાવવામાં આવી હતી.
ત્યારબાદ મને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ભરવા માટે કહેવાતા મેં વાંધો લીધો હતો. જેથી આ એકાઉન્ટ સેબી ડેઝિકનેટેડ છે કેમ કહી તમારા ભરેલા પૈસા તમારા એકાઉન્ટમાં દેખાશે તેમ કહેવાયું હતું. અને રૂ.1 લાખ ભરતા બે દિવસમાં મને 1.15 લાખ મળ્યા હતા. આ પૈકી 1000 રૂપિયા ઉપાડતા તે ઉપડ્યા હતા જેથી મને વિશ્વાસ બેઠો હતો.
મહિલાએ કહ્યું છે કે ત્યાર પછી ગ્રુપમાં મેમ્બર વધી ગયા છે તેમ કહી બીજા whatsapp ગ્રુપમાં મને એડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટમેન્ટ માટે ટિપ્સ આપવામાં આવતી હતી. મેં કુલ રૂ.1.50 કરોડ જેટલી રકમ જમા કરાવતા તેની સામે મને 12.56 કરોડનો પ્રોફિટ દેખાતો હતો. જેમાંથી 35 લાખ રૂપિયા ઉપાડતા આ રકમ ઉપડી ન હતી અને આઇપીઓ ભરાયો નથી તેમ કહી બીજા 20 લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી મને શંકા જતા સાયબર સેલમાં ફરિયાદ કરી છે.