Get The App

કઠલાલના અરાલના ખેડૂતે લસણની ઓર્ગેનિક ખેતી કરીને લાખોની આવક રળી

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
કઠલાલના અરાલના ખેડૂતે લસણની ઓર્ગેનિક ખેતી કરીને લાખોની આવક રળી 1 - image


- લીંબડાના લીંબોડીઓની સુકવ્યા બાદ પાવડર બનાવીને છંટકાવ કરાયો 

- લસણના પાકમાં ગાયના છાણ અને મૃતમાંથી તૈયાર કરેલા જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરાયો 

કઠલાલ : કઠલાલના અરાલ ગામના ખેડૂત ડાહ્યાભાઇ ડાભી અને અન્ય ખેડૂતો ૨૦૧૬થી ઓર્ગેનિક પધ્ધતિથી લસણની ખેતી કરી રહ્યાં છે.એક વીઘામાં ૫૦ મણ લસણની વાવણી કરીને એક મહિનામાં ૧૫૦ મણ ઉત્પાદન મેળવે છે અને લાખો રૂપિયાની ખેડૂતે આવક મેળવી છે.  

અમદાવાદ, નડિયાદ, સુરત, આણંદ, વડોદરામાં ડાહ્યાભાઇ ડાભી લસણનું વેચાણ કરી રહ્યાં છે. હાલમાં મણના ૨ હજાર રૂપિયા મળી રહ્યાં છે. અરાલ ગામે કેટલાક ખેડૂતો લસણની ખેતી કરતા થયા છે. સિઝનમાં ત્રણ વખત લસણનો પાક લેવામાં આવે છે. લસણની વાવણી કર્યા બાદ રાસાયણિક ખાતર અને દવાઓને બદલે ગાયના છાણ અને મૃતમાંથી તૈયાર કરવામાં આવેલા જીવામૃત ઘન જીવા મૃતનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. લસણના પાકમાં જીવાણું કે રોગચાળો આવતો નથી. લીમડાની લીંબોડીઓને સુકવ્યા બાદ જીપો પાવડર કરીને ખેતરમાં નાખતા હોવથી જીવાણું અને રોગચાળો પણ ફેલાતો નથી. 

આ ઉપરાંત ગાયના છાણ અને મૃતનો ઉપયોગ કરીને ઓર્ગેનિંગ શાકભાજીની પણ ડાહ્યાંભાઇએ ખેતી કરી હતી અને રાજ્યકક્ષાએ પુરસ્કાર મેળવ્યો છે. અનેક ગામોની ડાહ્યાભાઇએ મુલાકાત કરીને ઓર્ગેનિક ખેતીથી થતાં ફાયદા અંગે માર્ગદર્શન પણ આપે છે.  

Tags :