Gujarat

પૂંઠાં કાપવાનાં સ્લોટરની બ્લેડથી કારખાનેદારનું માથું કપાઈ ગયું

By GS TEAM
25 Feb 20261 min read
પૂંઠાં કાપવાનાં સ્લોટરની બ્લેડથી કારખાનેદારનું માથું કપાઈ ગયું

શનાળા પાસે કારખાનામાં પ્રૌઢનું કંપારીજનક મૃત્યુ: વાંકાનેરમાં પ્રૌઢનો ગળાફાંસો તથા પરિણીતાએ એસિડ પીધુંઃ ગારીડા પાસે ઝાડ સાથે ફાંસો ખાઇ લેતા યુવાનનું મોત

મોરબી, : મોરબીના શનાળા ગામ નજીક આવેલ કારખાનામાં 51 વર્ષીય આધેડ મશીન ઊંચું કરવા જતા મશીન અંદર ગળાના ભાગે માથું કપાઈ જતા મોત થયું હતું.

મોરબીના રહેવાસી પાર્થ ગૌતમભાઈ મહેતાએ પોલીસ મથકમાં જાણ કરી હતી કે શનાળા રોડ શ્રીજી એસ્ટેટમાં આવેલ શિવશંકર પેકેજિંગ કારખાનાના ભાગીદાર એવા તેમના કુટુંબી કાકા વિજયભાઈ ભાનુશંકર શીલુ કારખાનામાં એકલા પૂઠા કાપવાનું મશીન (સ્લોટર) રીપેર અથવા તો સફાઈ કરતા હતા ત્યારે દોરડાથી મશીન ઊંચું કરવા જતા કોઈપણ કારણોસર મશીન અંદર આવી જવાથી મશીનની બ્લેડ ગળાના ભાગે વાગી હતી, જેનાથી માથું કપાઈ જતા મોત થયું હતું. 

વાંકાનેરના દિવાનપરા પાતળિયા રોડ પર રહેતા શૈલેષભાઇ દિનેશભાઈ કાપડીયા (ઉ.વ. 50) એ પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.જ્યારે વાંકાનેરના ભરવાડપરા શેરી નં. 7માં રહેતા રૂપલબેન અવધભાઈ સરૈયા (ઉ.વ. 25) નામની પરિણીતાએ એસીડ પી લેતા મોત થયું છે વાંકાનેરના ગારીડા ગામે હાઈ-વે પર ભેખડ પર 40થી 45 વર્ષ વાળા એક પુરૂષે લીમડા સાથે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.