Gujarat

સાવલી વડોદરા રોડ પર કપચી ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું, ત્રણ દબાયા

By GS TEAM
30 Aug 20251 min read
TukuTouch Logo
અકસ્માતના પગલે સાવલી વડોદરા હાઈવે પર ભારે ટ્રાફિક જામ

Summarized by AI; it may make mistakes. Check important info

સાવલી વડોદરા રોડ પર કપચી ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું, ત્રણ દબાયા

Vadodara Accident : સાવલી વડોદરા રોડ પર બહુથા અને ગોઠડા ગામ નજીક કપચી ભરેલ ડમ્પરે ગટરમાં પલટી ખાતા ત્રણ વ્યક્તિ દબાતા નાસભાગ મચી ગઈ હતી. તંત્ર અને રાહદારીઓ દ્વારા બેને બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ એક ઈસમ ડમ્પરમાં ફસાયેલો છે. તંત્ર દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 બનાવના પગલે સાવલી વડોદરા રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. સદનશીબે મોટી કોઈ જાનહાનિ થવા પામી નથી.