Get The App

ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત 1 - image


Accident In Gir Somnath: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર કણજોતર ગામ નજીક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જોવા લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતી ટ્રક અકસ્માત જોવા ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર, કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર સોમવારે (14મી એપ્રિલ) ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કેટલાક લોકો ઘટનાસ્થળ પર એકઠા થયા હતા. આ દરમિયાન જેને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે અક્સમાત જોવા ઊભેલા લોકોને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી?

આ ઘટનાની જાણ થતાં સૂત્રાપાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. 

ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત 2 - image




Tags :