Get The App

વડોદરામાં પીધેલાની હિંમત તો જુઓ, બેફામ બકવાસ કરતો યુવક પોલીસ પરિસરમાં પહોંચી ગયો અને પછી...

Updated: Nov 17th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરામાં પીધેલાની હિંમત તો જુઓ, બેફામ બકવાસ કરતો યુવક પોલીસ પરિસરમાં પહોંચી ગયો અને પછી... 1 - image


Image Source: AI

Akota Police Station in Vadodara : વડોદરામાં ગઈકાલે રાત્રે દારૂના નશામાં ચૂર એક યુવક પોલીસ સ્ટેશન ની અંદર આવી જતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અકોટા પોલીસ સ્ટેશન ની બહાર એક યુવક મોડી રાત્રે દારૂના નશામાં ધાંધલ મચાવી રહ્યો હતો.જેથી આવતા જતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ બેફામ બકવાસ કરતો યુવક પોલીસ સ્ટેશન ની અંદર ઘૂસી ગયો હતો. 

પોલીસે તેને તપાસતા દારૂનો નશો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેનું નામ રવિ કમલેશ ભાઈ રાવત સંજયનગર વસાહત દિનેશ મિલ પાસે જેતલપુર હોવાનું ખુલ્યું હતું. તેની સામે પીધેલા નો કેસ કરી ધરપકડ કરવામાં આવી હતી. આમ, દારૂબંધીની કોઈ અસર દેખાતી નથી અને પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી તે જણાઈ આવે છે.

Tags :