વડોદરામાં મોડી રાત્રે નશેબાજ કારચાલકે થાંભલામાં ગાડી અથાડી, લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો
Vadodara Drink And Drive : વડોદરામાં ગઈકાલે રાત્રે 12:15 વાગે પાણીગેટ પોલીસને કંટ્રોલરૂમ તરફથી માહિતી મળી હતી કે, હરેશ પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી છે અને પબ્લિકે તેને પકડી રાખ્યો છે. જેથી પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
સ્થળ પર જઈને જોયું તો એક કાર રોડની સાઈડમાં ઉભી હતી અને તેમાં બે વ્યક્તિઓ બેઠા હતા. કાર ચાલકે પોતાનું નામ પ્રેમ વસાવા તથા અન્યએ પોતાનું નામ વિજય રાઠોડ હોવાનું જણાવ્યું હતું. બંને દારૂના નશામાં હતા જેથી પોલીસે કારચાલક પ્રેમ યોગેશભાઈ વસાવા (રહે-કિશનવાડી) તથા તેની સાથે બેઠેલા વિજય ઉકેડભાઈ રાઠોડ (રહે-પારસ સોસાયટી, ગધેડા માર્કેટ પાસે. કિશનવાડી)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર કબજે લીધી હતી.