Get The App

વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો 1 - image

અમદાવાદના ગ્રામ્ય પંથકમાં બોગસ ડોક્ટરોનો રાફડો

બોગસ તબીબ પાસેથી ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત ઃ એસઓજીએ દરોડો પાડતા તાલુકા હેલ્થ ઓફિસના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા

વિરમગામવિરમગામ તાલુકાના હાંસલપુર સેરેશ્વર ગામમાં તબીબી ડીગ્રી વગર ક્લિનિક ચલાવતા શખ્સને એસઓજી ટીમે દરોડો પાડીને ઝડપી લીધો હતો અને તેના કબજામાંથી દવાઓ, ઇન્જેક્શન, મેડિકલને લગતી સાધન સામગ્રી કબજે કરી વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાંસલપુર સેરેશ્વર ગામમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં પ્રદીપભાઈ છેલાભાઈ ગોયલ (રહે.સાંગોઇ ગામ, તા. સાયલા) મેડિકલની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એસઓજીએ દરોડો પાડી ડિગ્રી વગર ખાનગી પ્રેક્ટિસ કરીને ક્લિનિક ચલાવતા પ્રદીપ ગોયલને ઝડપી લીધો હતો. તેની પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન બોટલો મેડિકલ સાધનો મળી કુલ રૃ.૧૬,૯૨૫ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો શખ્સ પાસે બી.એચ.એમ.એસ બીજા વર્ષનું સર્ટી હોવાનું અને મેડિકલ લાઈનનો જાણકાર હોય મેડિકલ પ્રેક્ટિસ ચાલુ કરી હોય તેમ જણાવ્યું હતું. બીજી તરફ એસ.ઓ.જી.એ દરોડો પાડતાં વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા છે.