Get The App

સુરત પાલિકાની બસમાં કોઈ ડીજે પાર્ટી કરી ગયું પણ પાલિકા તંત્ર સાવ અજાણ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની બસમાં કોઈ ડીજે પાર્ટી કરી ગયું પણ પાલિકા તંત્ર સાવ અજાણ 1 - image


Surat City Bus : સુરત મહાનગરપાલિકાની સીટી બસને પ્રમોટ કરવાના બહાને શહેરની એક સંસ્થા ડી.જે પાર્ટી કરી ગયું. આ પાર્ટી દોડતી સીટી બસમાં એક બે નહી પરંતુ 18 કિલોમીટર સુધી ચાલી હતી. જેમાં ડી.જે.ની ધુમ મચી હતી. સુરતની બીઆરટીએસ બસમાં આ ડી.જે. પાર્ટી થી પાલિકા તંત્ર અજાણ છે અને સોશિયલ મીડીયા પર વિડીયો વાયરલ થતાં પાલિકા તંત્રએ બીઆરટીએસ બસમાં ડી.જે. પાર્ટી કરનારી એજન્સીને શોધીને નોટિસ આપવા કવાયત કરી છે. 

સુરતના એક ગ્રુપે પોતાની પબ્લીસીટી માટે પાલિકા સંચાલિત બીઆરટીએસ બસમાં ડી.જે. પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી ઓ.એન.જી.સી.થી સરથાણા નેચર પાર્કના 18 કિલોમીટરના રૂટ પર ડી.જે. પાર્ટી કરી હતી. પોતાના ગ્રુપને પ્રમોટ કરવા માટે સુરતને સીટી બસને પ્રમોટ કરવાનું રૂપકડું નામ આપ્યું હતું. જોકે, આ પાર્ટી પાલિકા તંત્રની કોઈ પણ જાતની મંજૂરી વિના થઈ હતી. 

ઓ.એન.જી.સી.થી સરથાણા નેચર પાર્ક સુધીના રૂટમાં જેટલા સ્ટોપ આવ્યા હતા. તેમાં મુસાફરોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી હતી. આ પાર્ટી યોજાઈ ગઈ, મુસાફરોને વિના મુલ્યે મુસાફરી કરાવી સહિતની તમામ ઘટના બાદ પણ પાલિકા તંત્ર અજાણ રહ્યું હતું. જોકે, હવે આ વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ડી.જે. પાર્ટી કરનારી સંસ્થાને નોટિસ આપવાની કવાયત શરુ કરી છે. જોકે, આ દિવસે બસમાં એક ગ્રુપે વિના મુલ્યે અન્ય મુસાફરોને પણ મુસાફરી કરાવી હોવાથી પાલિકાને આર્થિક નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ કોણ કરશે ? અને આવી પાર્ટી માટે ડ્રાઇવર કન્ડકટર અને એજન્સીની પણ જવાબદારી બને છે તેમની સામે કેમ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી? તે ચર્ચાનો વિષય બન્યો છે.

Tags :