રાજસ્થાનનો ભક્ત ૪૫ વર્ષથી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે
ધ્રાંગધ્રાના ફૂલેશ્વર મહાદેવ મંદિરે
રોજ સવારે પાર્થેશ્વર શિવલિંગ બનાવી પૂજા, અર્ચના કરી રાત્રે વિજસર્જન કરે છે
ધ્રાંગધ્રા,તા.૪
હાલ પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો છે ત્યારે શિવ ભકતો શિવાલયોમાં પૂજા અર્ચન માટે જતા હોય છે. શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા પણ મળે છે. ત્યારે રાજસ્થાનના રહેવાસી ચુનીલાલ પોતે શિવ ભક્ત છે અને છેલ્લા ૪૫ વર્ષથી પોતે દર શ્રાવણ માસમાં ધ્રાંગધ્રાના ફુલેશ્વર મહાદેવના મંદિરે આવે છે અને શિવ ભક્તિ કરે છે.
ચુનીલાલ પોતે શ્રાવણ માસમાં દરરોજ સવારે ત્રણ વાગે જાગીને માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવે છે અને તેની પુજા કરે છે. શ્રાવણ માસમાં એક લાખ જેટલા તે ઁ નમ શિવાયના જાપ કરે છે. રોજ રાતે પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન કરે છે બીજા દિવસે બીજા બનાવે છે. પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી આ માટીના બનાવેલ શિવલિંગને તળાવમાં પધરાવી દે છે. ચુનીલાલ પોતે નાનપણથી આ ફુલેશ્વર મહાદેવના મંદિરે આવે છે મંદિરના ટ્રસ્ટી દ્વારા તેમની રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરે આવતા અન્ય દર્શનાર્થી પણ ચુનીલાલ પાસે પુજા અર્ચન કરાવે છે.