app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સિવિલમાં સારવાર માટે આવેલા વૃદ્ધ ગાયબ થયા બાદ અડાજણમાંથી મૃતદેહ મળ્યો

Updated: Mar 18th, 2023


- બીજા દિવસે સિવિલના પોસ્ટમોર્ટમ રૃમ માંથી પાંડેસરાના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોકી ગયા

 સુરત :

પાંડેસરામાં રહેતા વૃદ્ધ પડી ગયા બાદ તબિયત બગડતા શુક્રવારે સવારેે સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. બાદમાં વૃદ્ધ અચાનક ક્યાં ગાયબ થઇ જતા પરિવારજનો શોધખોળ કરતા આજે શનિવારે સવારે સિવિલમાં પોસ્ટમોર્ટમ રૃમમાંથી તેમનો મૃતદેહ જોઈને ચોકી ઉઠયા હતા. જોકે અડાજણ રોડ મૃતહાલતમાં મળી આવલા આ વૃધ્ધનો મૃતદેહને સિવિલમાં મુક્યો હતો.

 સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં નાગસેન નગરમાં રહેતા ૬૯ વર્ષીય આપ્પા કાળું આહીરે બે દિવસે પહેલા ટેબલ પરથી પડી ગયા હતા. બાદમાં શુક્રવારે સવારે તેમની તબિયત બગડતા પરિવારજનોે સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. ત્યાં ડોકટરે તેમની સારવાર શરૃ કરીને એમ.એલ.સી કેસ હોવાનું કહેતા હતા. જથે પરિવારના એક સભ્યો કેસ પેપર ઉપર સિક્કા મારવા સહિતની પ્રોસેસ કરવા માટે ગયા હતા.તે દરમિયાન અપ્પાભાઈ લગુશંકા કરવા જવાનું કહ્યા પછી તે અચાનક ક્યાં ગાયબ થઇ ગયા હતા. જેથી પરિવારે સિવિલ ખાતે  તેમની શોધખોળ કરતા ભાળ મળી નહી. બાદમાં ઘરે અને આજુબાજુના વિસ્તારમાં પરિવાર અને સંબંધી સહિતના શોધખોળ કરતા ભાળ મળી નહી. ત્યારબાદ આજે શનિવારે સવારે ફરીથી તેમને શોધવા માટે પરિવારજનો સિવિલ આવ્યા હતા. જોકે તેમને કેમ્પસમાં શોધવા છતા મળ્યા નહી. બાદમાં તેમના પરિવારના સભ્યોને શંકા જતા સિવિલના પોસ્ટ માર્ટમ રૃમમાં ચેક કરવા ગયા હતા. ત્યારે ત્યાંથી તેમનો મૃતદેહ જોઈ તે ચોકી ગયા હતા. અપ્પાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

આપ્યાના પરિવારે તપાસ કરીને તેમનો મૃતદેહ સિવિલના પી.એમ રૃમમાં કંઇ રીતે પોહચ્યો. જોકે શુક્રવારે સાંજે અડાજણ રોડના દિપા કોમ્પ્લેક્ષ પાસે રોડ પર તે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને જાણ થતા ત્યાં પહોચીને કાર્યવાહી કરીને મૃતદેહને સિવિલના પી.એમ રૃમમાં મુક્યો હતો. તે દરમિયાન વૃધ્ધના પરિવારનો શોધખોળ દરમિયાને મૃતદેહ મળી આવ્યો હોવાનું પોલીસે કહ્યુ હતું. જયારે તેમનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે કહ્યુ કે તેમના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા મોતનું સાચુ કારણ જાણવા મળશે. તે કલર કામ કરતા હતા. આ અંગે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujarat