Get The App

નવાપુરામાં નાણાંની ઉઘરાણી માટે માથાભારે ત્રિપુટીનો આતંક

ત્રિપુટી વિરુદ્ધ લૂંટ ,ખંડણી ,ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
નવાપુરામાં નાણાંની ઉઘરાણી માટે માથાભારે ત્રિપુટીનો આતંક 1 - image

નવાપુરા વિસ્તારમાં માથાભારે ઈરફાન ઉર્ફે રાજા પઠાણ સહિતની ત્રિપુટીનો આતંક સામે આવ્યો છે. કપડા અને વાસણના વેપારીને માર મારી રૂ. 23 હજારની લૂંટ ચલાવી રૂ.50 હજારની ખંડણી માંગી હતી. તેમજ ફૂલનો વેપાર કરતી મહિલાએ નાણા આપવાનો ઇન્કાર કરતા તેને ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે બંને વેપારીઓની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ લૂંટ, ખંડણી ,ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતાપનગર વિસ્તારમાં રહેતા 62 વર્ષીય દિનેશભાઈ શાહ સિધ્ધનાથ રોડ સ્થિત ભાગ્યોદય કોમ્પ્લેક્સની દુકાનમાં કપડાં - વાસણનો વેપાર કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તારીખ 30 મેના રોજ બપોરે મે  દુકાન પર હાજર હતો, તે સમયે ઈરફાન ઉર્ફે રાજા પઠાણ (રહે- મુસ્લિમ મહોલ્લો, નવાપુરા) તેના બે સાગરીતો સાથે ઘસી આવ્યો હતો. અને કહ્યું હતું કે, "અગાઉ તે મને જેલમાં ધકેલ્યો હતો હવે ખર્ચા પાણી માટે તારે મને રૂ.50 હજાર આપવા પડશે". જેથી મે નાણાં આપવાનો ઇનકાર કરતા તેના બે સાગરીતોએ મને પકડી રાખી ઇરફાનએ મને માર મારી દુકાનના કબાટમાંથી અંદાજે રૂ.23 હજાર રોકડા કાઢી લીધા હતા , અને "પાંચ તારીખ કો પાંચ બજે આઉંગા 50 હજાર રૂપિયા તૈયાર રખના વરના તેરા ગલા કાટ દુંગા" તેવી ધમકી આપી હતી. બીજા બનાવમાં નવાપુરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય શારદાબેન માળી લાલબાગ બ્રીજ નીચે ફુલનો વેપાર કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રવિવારે સવારે મે ,મારી બહેન તથા મારા પતિ સાથે લાલબાગ બ્રીજ નીચે ફુલોનો વેપાર કરતી હતી. તે વખતે ઈરફાન ઉર્ફે રાજા પઠાણએ મારી પાસે પૈસાની માંગણી કરતા આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી તેણે મને તથા મારી બહેનને અપશબ્દો કહ્યા હતા. ઈરફાન ઉર્ફે રાજા અગાઉ પણ અમને હેરાન  કરતો હોય પૈસા આપવાનો ઇન્કાર કરતા મને જાનથી મારી નાખવાની ધમકી આપી ગડદાપાટુનો માર મારતા જમણા પગમાં ઈજા પહોંચી હતી. આ દરમ્યાન મારી દીકરીએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસે ઈરફાન ઉર્ફે રાજા પઠાણને ઝડપી પાડ્યો હતો. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, થોડા દિવસ અગાઉ ઈરફાન ઉર્ફે રાજા પઠાણએ જાતે પોતાના શરીર ઉપર બ્લેડ મારી ખોટા કેસમાં ફરિયાદીને ફસાઈ દેવાની ધમકી અંગનો બનાવ પણ નવાપુરા પોલીસ સ્ટેશને નોંધાયો હતો.

Tags :