ભાવનગર, ઘોઘા અને અલંગ દરિયાકાંઠે ભયજનક 3 નંબરનું સિગ્નલ લાગ્યું

- અરબ સાગરની ડિપ્રેશન સિસ્ટમને લઈ
- તા.25 થી 27 દરમ્યાન 35 થી 45 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે માવઠાની આગાહી, માછીમારોને દરિયો ખેડવા પર લગાવાયો રોક
અરબ સાગર ની ડિપ્રેશન સિસ્ટમ અને આ સિસ્ટમ ની અસરથી માવઠું થવાની સંભાવના સેવાઈ છે જેમા ૩૫ -૪૫ કિ. મી ઝડપે પવન ફૂંકાવાની આગાહીને લઈ સુરક્ષાના પગલે ભાવનગર,ધોધા,અલંગ અને જાફરાબાદ દરીયા કાંઠે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.હવામાન વિભાગ દ્વારા રાજ્ય માં ભારે વરસાદની આગાહી ને પગલે આ નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગે ૨૫ થી ૨૭ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ડિપ્રેશન ને કારણે ગંજ વિજ અને પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અગાઉ ૧ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જેને હટાવી ને હવે ૩ નંબરનું ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યું છે.આ આગાહી ના પગલે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરી દ્વારા પત્ર થી જણાવેલ કે કચેરી ના કાર્યક્ષેત્ર તળે ના તમામ માછીમારો બોટ એસોસિયેશન ના પ્રમુખ ઓ તથા બોટ માલિકાને આગામી બે દિવસ વરસાદી કહેર સાથે મધદરિયે ભારે કરંટ હોવાની સાથે ૩૫ થી ૪૫ કિ.મી કલાક ની ઝડપે પવન વધીને ૫૫ કિ.મી. કલાક ની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના હોય તથા દરિયામાં ઉંચા મોજા ઓ ઉછાળવા તેમજ ખરાબ હવામાન તથા ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના ઓ હોવાથી દરિયો ન ખેડવા તથા તમામ માછીમારો એ પોતાની બોટો સલામત અને સુરક્ષિત રીતે લાંગરવા જણાવવામાં આવેલ છે. લેખિત માં જાણ કરીને માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા ના આદેશ અપાયા છે. હાલમાં દરિયાકાંઠે ધીમે ધીમે પવન સાથે દરિયામાં કરંટ હોવાથી મોજાંઓ ઉછળી રહ્યા છે. ધીમે ધીમે દરિયો ઘુઘવાટા મારતો જોવા મળી રહ્યો છે









