જામનગરમાં વાલ્મિકીનગરમાં રહેતા એક દલિત યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45ના છેડે વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા રાજેશ કુમાર તુલસીભાઈ પરમાર નામના 28 વર્ષના દલિત યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ કિશન તુલસીભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતક યુવાન રાજેશના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી અનુભવી રહ્યો હતો, અને આર્થિક સંકળામણના કારણે તેણે આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

