Get The App

વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લાના પવિત્ર યાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દીધી 1 - image

Vadodara : વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની સાથે સાથે હવે આસપાસની નદીઓમાં પણ મગરોનો વસવાટ જોવા મળી રહ્યો છે. 

વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા નારેશ્વર ગામમાં પણ નર્મદા નદીમાં મગર જોવા મળી રહ્યો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીં ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ઉપરોક્ત સ્થળે રેતી ખાનનું પણ મોટેપાને કામ ચાલી રહ્યું હોવાથી મગર નાસભાગ કરતા હોય છે. 

આજે સવારે નર્મદાના ઘાટ ઉપર મગરે દેખા દેતા ભક્તજનો અને ગામ લોકો ભેગા થઈ ગયા હતા. વગેરે કોઈ જળચર જીવનો શિકાર કર્યો હોય તેમ લાગી રહ્યું હતું. આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.