મોરબીના ભાગીદારોએ ચુનો ચોપડયો
હિસાબમાં ગોલમાલ કરી, 40 લાખનો માલસામાન, મશીનરી પણ લઇ ગયાઃ મહિલા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવાઇ
રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા હેમેન્દ્રભાઈ હરિલાલભાઈ શીલુ(ઉ.વ.૪૨)એ આરોપી હિતેશ નથુભાઈ કૈલા, સુમિતાબેન હિતેશભાઈ કૈલા, રવિભાઈ કાંતિલાલ ડઢાણીયા(રહે.ત્રણેય ઉમા ટાઉનશીપ મોરબી), અશ્વિન નથુભાઈ કૈલા(રહે.મોરબી) અને રજની અરજણભાઈ હેરણીયા(રહે.નિકુંજ પાર્ક,રવાપર રોડ મોરબી) એમ પાંચ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે તેઓએ આરોપી હિતેશ અને રવિ સાથે પીપળી ગામે એચ આર કેબલ ફેકટરી ભાગીદારીમાં શરૂ કરી હતી. આ ફેક્ટરીમાં હેમેન્દ્રભાઈના પત્ની પણ ભાગીદાર હતા.
બાદમાં દંપતીની જાણ બહાર આરોપી ભાગીદારોએ એચ આર કેબલ ફેકટરીના હિસાબના રોજમેળમાં ખોટા હિસાબો અને ભાગીદારી ડીડમાં ના હોય તેમ છતાં બે વ્યક્તિને ભાગીદાર દર્શાવી તેને છુટા કર્યા પેટે ખોટો હિસાબ દર્શાવી દીધો હતો.તેમજ પેઢીના નામે નાણાંની જરૂરિયાતના બહાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉછીના રૂપિયા મેળવી તેનું વ્યાજ ચૂકવ્યાની એન્ટ્રી દર્શાવી, અને ફેકટરીમાં પડેલ રૂપિયા ૪૦ લાખનો માલસામાન, મશીનરી ભરી લઇ ગયા હતા.આમ કુલ રૂ.૮૧,૪૦,૯૮૫ની ઠગાઇ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.


