Gujarat

સુરત પાલિકાના લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટર જ બન્યા ભાજપના ઉમેદવાર

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
ભાજપના ઉમેદવાર બનેલા લાયસન્સ કોન્ટ્રાક્ટરે લાયસન્સ સરન્ડર કરી દીધું

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટર જ બન્યા ભાજપના ઉમેદવાર

Surat Corporation : સુરત પાલિકાના લીકેજ કોન્ટ્રાક્ટરે પાણીની લાઈન લીકેજ કરવાની કામગીરીથી સીધી કોર્પોરેટર બનવા માટે છલાંગ મારી દીધી છે. ભાજપે પાલિકાના કોન્ટ્રાક્ટરને ઉમેદવાર બનાવ્યા છે ઉમેદવાર જાહેર થતાં જ તેઓએ લાયસન્સ સરન્ડર કરવા માટેની અરજી કરી હતી. ત્યારબાદ પાલિકા તંત્રએ હાઇડ્રોલિક વિભાગ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરી તમામ ઝોનને આ અંગેની જાણ કરી દીધી છે. 

સુરત પાલિકાના પાણીના લિકેજ કોન્ટ્રાક્ટરે લાઈન લીકેજ કરતા કરતા કોર્પોરેટરનો શોર્ટકટ મેળવી લીધો છે. સુરત પાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં વોર્ડ નંબર 24 (ઉધના-દક્ષિણ) વોર્ડમાંથી અન્ય કોર્પોરેટરો સાથે રવિન્દ્ર ખૈરનાર છે. આ ખૈરનાર પાલિકાના હાઇડ્રોલિક વિભાગના પાણી લીકેજ તરીકેની કામગીરી કરતા હતા. લાઈન લીકેજની કામગીરી સાથે સાથે ખૈરનારે ભાજપ સાથે લાઈન સીધી કરી દીધી હતી જેનો સીધો ફાયદો તેને થયો છે. 

લાંબા સમયથી પાલિકાના હાઇડ્રોલિક વિભાગમાં લીકેજ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કોન્ટ્રાક્ટર રવિન્દ્ર ખૈરનાર ભાજપ સાથે સારો ઘરેબો ધરાવતા હતા. તેમને ટીકીટની જાહેરાત થતાની સાથે જ તેઓએ લાયસન્સ સરેન્ડર કરવાની અરજી હાઈડ્રોલિક વિભાગને કરી દીધી હતી. હાલ હાઈડ્રોલિક વિભાગે આ કોન્ટ્રાક્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરીને તમામ ઝોનને જાણ કરી દીધી છે. 

પાલિકા પાસેથી મળતી માહિતી પ્રમાણે લાયસન્સ સરન્ડર કરાતા હાઇડ્રોલિક વિભાગ દ્વારા દરેક ઝોનને આ અંગેની જાણકારી હાલ ચાલતા કામોમાંથી ટર્મિનેટ કરવાની જાણ કરી દીધી છે. પાણી લીકેજ રીપેરીંગ માટેના નિર્ધારીત યુનિટ રેટની પેનલમાં પણ આ કોન્ટ્રાક્ટર સામેïલ હોવાથી હાઈડ્રોલિક વિભાગ દ્વારા લાયસન્સ સરેન્ડર અંગેનો રિપોર્ટ સાથે યુનિટ રેટની પેનલïમાંથી કોન્ટ્રાક્ટર તરીકે ખૈરનારને દુર કરવાની ભલામણ કરી દીધી છે.