Gujarat
છાણીમાં દારૃ ભરેલું કન્ટેનર ત્રણ રાજ્યો ની સફર કરીને ગુજરાત પહોંચ્યું હતું
By GS TEAM
11 Oct 20251 min read

વડોદરાઃ છાણીમાં પકડાયેલું દારૃ ભરેલું કન્ટેનર ત્રણ રાજ્યોમાંથી પસાર થઇને ગુજરાતમાં આવ્યું હતું.
છાણી જીએસએફસી બ્રિજ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલે તા.૧૦મીએ રાતે પકડેલા કન્ટેનરમાંથી ભૂસાના થેલાઓની આડમાંથી રૃ.૬૨ લાખનો દારૃ પકડાયો હતો.જેની તપાસ નંદેસરીના પીઆઇ એએ વાઘેલાને સોંપાતા તેમણે ડ્રાઇવર સતવીરસિંગ કાશ્મિરસિંગ વાલ્મિકી(ખુંગાઇ, જિ.ઝાંઝર, હરિયાણા) અનેમનજીત રાજેન્દ્રકુમાર શર્મા(બીરધાના, ઝાંઝર,હરિયાણા)ના ત્રણ દિવસના રિમાન્ડ લીધા છે.જ્યારે,દારૃના સપ્લાયર હરિયાણાના ઋષિરાજ અને તેના પાર્ટનર રાજેશ જાટ સહિત પાંચની તપાસ હાથ ધરી છે.
આ કન્ટેનર હરિયાણાથી રાજસ્થાન, એમપી થઇ ગુજરાત આવ્યું હતું પરંતુ રસ્તામાં કોઇ નડતર આવ્યું નહતું અને છાણીમાં પોલીસે તેને ઝડપી પાડયું હતું.








