Gujarat

બે વેપારીને રૃપિયા ૧૩.૪૫ લાખનો ચુનો લગાવી દેવાતા ફરિયાદ કરાઇ

By GS TEAM
29 Jun 20252 mins read
બે વેપારીને રૃપિયા ૧૩.૪૫ લાખનો ચુનો લગાવી દેવાતા ફરિયાદ કરાઇ

ગુડા આવાસમાં ફ્લેટ અપાવી દેવાના બહાને

સરગાસણમાં રહેતા મુળ રાજસ્થાનના શાકભાજીના વેપારીના ૭.૩૫ લાખકરિયાણાના વેપારીના રૃપિયા ૬.૧૦ લાખ પડાવ્યા

ગાંધીનગર :  ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ગુડા આવાસની સ્કીમમાં ફ્લેટ અપાવી દેવાની લાલચ આપીને પરિચિત શખ્સે સરગાસણ વિસ્તારમાં રહેતા અને શાકભાજીની દુકાન ચલાવતા વેપારીને રૃપિયા ૭.૩૫ લાખ અને અન્ય કરિયાણાના વેપારીને રૃપિયા ૬.૧૦ લાખનો ચુનો લગાવ્યાની ફરિયાદ ઇન્ફઓસિટી પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવી છે. પોલીસે આ સંબંધે ગુનો દાખલ કરીને ધોરણસરની તપાસ કાર્યવાહી આદરી હતી.

સરગાસણમાં સરપંચવાસમાં ભાડાના મકાનમાં રહેતા અને નેનો સિટી રોડ પર શાકભાજીની દુકાન ચલાવતા મુળ રાજ્સ્થાનના ભીલવાડાના રહેવાસી હરીશ ભાગુરામ ગુર્જર દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સરગાસણમાં નેનો સિટી ૧માં રહેતા મહેન્દ્ર રતનભાઇ તૈલીનું નામ દર્શાવવામાં આવ્યું છે. જેણે હરિશ ગુર્જર સાથે ૭.૩૫ લાખની અને બેજુમાં કરિયાણાની દુકાન ધરાવતા મુકેશ ચૌધરી સાથે રૃપિયા ૬.૧૦ લાખની છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આરોપી મહેન્દ્ર તૈલા બન્ને વેપારીઓની દુકાનેથી ખરીદી કરતો હોવાથી પરિચિત બન્યો હતો.

દરમિયાન મુકેશ ચૌધરીએ આરોપીની સરકારમાં સારી વગ હોવાનું અને તેના મારફત કુડાસણમાં ગુડાની આવાસ યોજનામાં મકાન બુક કરાવ્યાની વાત હરિશ ગુર્જરને કરી હતી. વધુમાં મકાન લેવું હોય તો બુક કરાવી દેવાની વાત કરતાં બંને મહેન્દ્ર તૈલીને મળવા ગયા હતાં. ત્યાર બાદ હરિશ ગુર્જરે રોકડા અને ઓનલાઇન રૃપિયા ૮.૧૦ લાખ મહેન્દ્ર તૈલીને આપ્યા હતાં. આવી રીતે મુકેશ ચૌધરીએ ૬.૧૦ લાખ આપ્યા હતાં, જુન ૨૦૨૩થી આરોપીએ બન્ને વેપારીનો ફોન ઉપાડવાનું બંધ કર્ય હતું. આખરે તેના સ્વજનો મારફતે સંપર્ક કરાયા બાદ આરોપીએ હરીશ ગુર્ડરને બે ટુકડે મળીને ૭૫ હજાર પરત કર્યા હતાં. પરંતુ બાદમાં ફ્લેટ કે બાકીના પૈસા પરત નહીં મળતા આખરે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.