લીંબડીમાં વ્યાજખોરે યુવાનના પરીવારને ધમકી આપતા ફરિયાદ
- પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો
- 10 લાખનું વ્યાજ સહિત 80 લાખની માંગણી કરી 65 લાખનાં કોરા ચેક લખાવી લીધાં
લીંબડી : લીંબડીમાં વ્યાજખોરે યુવાનના પરીવારને ધમકી આપી ૧૦ લાખનું વ્યાજ સહિત ૮૦ લાખની માંગણી કરી ૬૫ લાખનાં કોરા ચેક બળજબરી લખાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે
લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતાં નીરવભાઈ ભરતભાઈ શેઠે સામાજીક તથા વ્યવહારિક અને દવાખાના કામ અર્થે કિશન દેવુભાઈ સભાડ (રહે. ભરવાડ નેસ) પાસેથી કટકે કટકે ૧૦ લાખ રૂપિયા ૪૫ ટકા વ્યાજે લીધાં હતાં. નીરવભાઈએ સમયાંતરે રૂ.૧૦ લાખનું વ્યાજ સહિત ૨૫,૩૩, ૦૦૦ આપી દીધાં હતાં. છતાંય કિશન સભાડ તેમના ઘેર જઈને તેમણે લીધેલા રૂપિયાનું વ્યાજ તથા મુડી સહિત ૮૦,૦૦,૦૦૦ લાખની પઠાણી ઉઘરાણી કરીને તેમના પરિવારજનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેમની પાસેથી ૬૫, ૦૦,૦૦૦ લાખનાં ૧૩ ચેક બળજબરી પુર્વક લખાવી લીધાં હતાં. જ્યારે પોલીસે આ બનાવ અંગેનો કિશન સભાડ વિરૂદ્ધ ગુનો નોંધીને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.