લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ત્રણથી
ચાર ખેતરમાં જાર તથાં કપાસ ના પાકને ૫૧ હજાર નું નુકસાન પહોંચાડયું હતું.
લીંબડી - લીંબડી તાલુકાના જાખણ ગામે
ખેડૂતોના ત્રણ થી ચાર ખેતરમાં ભેલાણ કરી જાર તથાં કપાસ ના પાકને રૃપિયા ૫૧ હજાર
નું નુકસાન કરનાર પાંચ શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
જાખણ
ગામે રહેતાં મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવતાં જણાવ્યું હતું. કે મારા તથા આસપાસના ખેતરમાં રાજુ મીઠાભાઈ ભરવાડ, રૃપો ભરવાડ, રૃપાનો ભત્રીજો, દાનો કાનાભાઈ ભરવાડ, વાલો વીરમભાઈ ભરવાડ રહે. ચોરણીયા વાળા એ તેમની ગાયો તથા ભેંસો ખેતરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઢોર
ચરાવીને ખેતરમાં ભેલાણ કરી મારા તથા આસપાસ ના ખેડૂતે વાવેતર કરેલ જાર તથા કપાસ ના પાકને ૫૧ હજાર રૃપિયા નું નુકસાન પહોંચાડયું હતું.
તેમજ તેઓને ખેતર માંથી ઢોર બહાર લઈ જવાનું કહેતાં તેઓ ઉશ્કેરાઈને મારી સાથે ઝઘડો
કરીને મને જેમ ફાવે તેમ ભુડા બોલી ગાળો આપી હતી. તેમજ કહ્યું હતું કે ઢોર તો અહીં
જ ચરશે જો આડાઅવળા થયા તો જીવતાં નહીં જવા દઈએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપીને
નાસી છુટયા હતાં. જ્યારે લીંબડી પોલીસે આ બનાવ અંગેનો તમામ શખ્સો વિરૃદ્ધ લીંબડી
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.