Gujarat

વડોદરાની ભારતી સ્કૂલમાં 7 વર્ષ પહેલાં ધોરણ-9ના વિદ્યાર્થીની ધોરણ-10ના વિદ્યાર્થીએ હત્યા કરી હતી

By GS TEAM
20 Aug 20251 min read
વડોદરાની ભારતી સ્કૂલમાં 7 વર્ષ પહેલાં ધોરણ-9ના વિદ્યાર્થીની ધોરણ-10ના વિદ્યાર્થીએ હત્યા કરી હતી

વડોદરાઃ અમદાવાદની સ્કૂલમાં ધોરણ-૮ના વિદ્યાર્થીએ ધોરણ-૧૦ના વિદ્યાર્થીની કરેલી હત્યાના બનાવને પગલે રાજ્યભરમાં ચકચાર મચી છે ત્યારે વડોદરાની ભારતી સ્કૂલમાં સાત વર્ષ પહેલાં તા.૨૨-૬-૨૦૧૮ના રોજ આવી જ રીતે બનેલી ઘાતકી હત્યાનો બનાવ પણ તાજો થયો છે.

બરાનપુરા વિસ્તારની શ્રી ભારતી વિદ્યાલયમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થીને હોમવર્ક  બાબતે શિક્ષકે ઠપકાર્યો હતો.તેના માતા પિતા પણ પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસ પણ આવી હતી.પરંતુ આ મુદ્દે સમાધાન થઇ ગયું હતું.

જો કે વિદ્યાર્થી આ બનાવથી ખૂબ જે ક્રોધિત હતો અને શિક્ષક સામે તે કાંઇ કરી શકે તેમ નહિ હોવાથી સ્કૂલને બદનામ  કરવા અને સ્કૂલ બંધ કરાવવા મર્ડરનો પ્લાન કર્યો હતો.દેવ નામનો વિદ્યાર્થી સીધો સાદો લાગતો હોવાથી ક્રોધિત વિદ્યાર્થી તેને ખભે હાથ મૂકીને ટોઇલેટમાં લઇ ગયો હતો.દેવે અંદર જવાનો ઇનકાર કરતાં ખેંચતાણ પણ થઇ હતી.આ સમયે બે વિદ્યાર્થી લઘુશંકા કરીને બહાર નીકળતાં દ્શ્ય પણ જોયું હતું.ત્યારબાદ દેવ પર ખચાખચ દસ જેટલા ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.સગીર વિદ્યાર્થીને બાળ રિમાન્ડ હોમમાં મુકાયો હતો.