Gujarat

શહેર નજીકના હિંગલોટ ગામે ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત

By GS TEAM
19 Jul 20251 min read
શહેર નજીકના હિંગલોટ ગામે ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત

વડોદરા,શહેર નજીકના હિંગલોટ ગામે રહેતા બે બાળકો સાઇકલ લઇને ફરવા નીકળ્યા હતા.તે દરમિયાન ડમ્પર ચાલકે તેનેકચડી નાંખતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેની સાઇકલની પાછળ બેઠેલા તેના મિત્રને ઇજા પહોંચી હતી. 

આજે બપોરે ૯ વર્ષનો હર્ષિલ અમિતભાઇ પરમાર સાઇકલ લઇને લકડીકૂઇ ગામથી હિંગલોટ ગામે જતો હતો. તેની સાઇકલની પાછળ  હેતકુમાર મુકુંદભાઇ પરમાર ( ઉં.વ.૮) બેઠો હતો. હિંગલોટથી લકડીકૂઇ ગામ તરફ જતા એક ડમ્પરના ચાલકે સાઇકલને ટક્કર મારતા બંને કિશોરો રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. રોડ પર પડેલા હર્ષિલ પર ડમ્પરના પૈંડા ફરી વળતા તેનું માથું ફાટી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની સાઇકલની પાછળ બેઠેલા હેતકુમરાને ડાબા પગે  ફ્રેક્ચર થયું હતું. તાલુકા પોલીસે ડમ્પર ચાલક કિરણ રણજીતભાઇ પરમાર (રહે. હિંગલોટ ગામ, તા.વડોદરા)ની સામે ગુનો દાખલ કરી ડમ્પર  કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને બાળકો સ્કૂલેથી છૂટીને ફરવા નીકળ્યા હતા.