Gujarat

ફતેપુરા ચાર રસ્તા પાસે ઢોર પાર્ટીનો કર્મચારી ગાય પાછળ ઢસડાતા ઇજાગ્રસ્ત

By GS TEAM
9 Oct 20251 min read
ફતેપુરા ચાર રસ્તા પાસે ઢોર પાર્ટીનો કર્મચારી ગાય પાછળ ઢસડાતા ઇજાગ્રસ્ત

વડોદરા,આજે બપોરે  રખડતા ઢોર પકડવા ગયેલી ઢોર પાર્ટીની ટીમના સભ્યને ગાય  પકડવા જતા ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રખડતા ઢોરને પકડવા માટે આજે ઢોર પાર્ટીની ટીમ નીકળી હતી. બપોરે ફતેપુરા ચાર  રસ્તા પાસે જાહેરમાં રખડતી ગાયને પકડવા માટે ટીમના સભ્ય મહેશ ધવલભાઇ પટેલ દોરડું લઇને ઉતર્યા હતા. તેમણે ગાટ પકડવા માટે ફેંકેલું દોરડુ ગાયના પગમાં ફસાઇ ગયું હતું. ગભરાયેલી ગાય દોડતો મહેશ પટેલ પણ ગાયની પાછળ થોડે દૂર સુધી ઢસડાયો હતો. જેના કારણે તેને હાથ,પગ અને બરડામાં ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.