Get The App

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું 1 - image


- તરણેતરના પશુ મેળામાં

- પશુ પ્રદર્શન સ્પર્ધામાં કચ્છના ઢોરી ગામની કાંકરેજ ગાય ચેમ્પિયન ઓફ ધી શો બની

હળવદ : ઝાલાવાડના સુપ્રસિદ્ધ ગણાતા તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઇ હતી. જેમાં ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તરણેતરના મેળામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૮થી પશુ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે અંદાજે રૂ.૪૦ લાખનાં ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવ્યા હતા.

આ પશુ પ્રદર્શનમાં 'ચેમ્પિયન ઓફ ધ શોદને રૂ.એક લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. જેમાં કચ્છના ઢોરી ગામના પશુપાલક ભરતભાઈ શિવજીભાઈ ગાગલની માલિકીની કાંકરેજ ગાય ધચેમ્પિયન ઓફ ધ શોધ જાહેર થઈ હતી. જે માટે પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. જ્યારે હળવદ તાલુકાના સુર્યનગર ગામના ખેડૂતએ ગીર ગાયની શ્રેણીમાં પરમાર નિપુલભાઈ મકનભાઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી હળવદ તાલુકો અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. કાંકરેજ ગાયની શ્રેણીમાં કચ્છના નારણભાઈ સામતભાઈ દુમકા, જાફરાબાદી ભેંસ શ્રેણીમાં દાસ ધવલકુમાર મેરામણભાઈ, બન્ની ભેંસ શ્રેણીમાં કચ્છના ઢોરી ગામના ગાગલ મહાવીર કાનાભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા ૫૦ હજારનું ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.

Tags :