Gujarat

જામનગર નજીક લાખાબાવળના પાટીયા પાસે જામનગરના બે યુવાનોને ચગદી નાખનાર મિલર ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાયો

By GS TEAM
2 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને ઠોકરે ચડાવી જામનગરના બે યુવાનોને કચડી નાખનાર મિલર ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક લાખાબાવળના પાટીયા પાસે જામનગરના બે યુવાનોને ચગદી નાખનાર મિલર ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાયો

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર લાખાબાવળ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને ઠોકરે ચડાવી જામનગરના બે યુવાનોને કચડી નાખનાર મિલર ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં એરફોર્સ રોડ પર રહેતો પિયુષ બાબુભાઈ ધવડ નામનો 19 વર્ષનો યુવાન પોતાના મિત્ર ભરત ભુપતભાઇ ડોડીયા (20 વર્ષ)ને બાઈકમાં બેસાડીને ગત રવિવારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, દરમિયાન બપોરે 2:00 વાગ્યાના અરસામાં લાખાબાવળ ગામના પાટીયા પાસે પુર ઝડપે આવી રહેલા જી.જે. 10 ટી.એક્સ. 7512 નંબરના મિલર ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, અને એક પછી એક બંને મિત્રોના મૃત્યુ નીપજ્યા હતા.

જે ગોઝારા અકસ્માતના બનાવ અંગે જગદીશભાઈ બાબુભાઈ ધવડ ની ફરિયાદ ના આધારે સિક્કા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સી.ટી. પરમાર અને તેમની ટીમેં મિલર ટ્રક નંબર જી.જે. 10- ટી.એક્સ. 7512ના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.