વડોદરા,માંજલપુર વિસ્તારમાં દુકાનમાં ખરીદી કરવા ગયેલી ૧૩ વર્ષની કિશોરી પર દુકાનદારના ૧૭ વર્ષના પુત્રે બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષનો કિશોર ડિપ્લોમા એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે તે પિતાની દુકાનમાં પણ બેસીને મદદ કરે છે. ગત ૨૨ મી તારીખે નજીકના વિસ્તારમાં રહેતી અને ૧૩ વર્ષની કિશોરી ખરીદી કરવા માટે દુકાન પર આવી હતી. તે દરમિયાન વિધર્મી સગીર તેને દુકાનના ઉપરના માળે લઇ ગયો હતો. ત્યાં તેણે જબરજસ્તીથી કિશોરીના કપડા ઉતારી શરીર સંબંધ બાંધ્યો હતો.ત્યારબાદ ૧૩ વર્ષની બાળકી ઘરે જતી રહી હતી. આ અંગેની જાણ કિશોરીના પરિવારને થતા તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૧૭ વર્ષના વિધર્મી વિદ્યાર્થીને પકડી લાવી પૂછપરછ શરૃ કરી છે. તેના મોબાઇલ ફોનમાં કિશોરીના ફોટા અને વીડિયો હોવા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.


