વિધવા મહિલાને લગ્ન માટે દબાણ કરનાર પ્રેમી સામે ગુનો નોંધાયો
સોશ્યલ મીડિયા પર ફોટો,વિડિયો અપલોડ કરીને પરેશાન કરતો હતો

વિધવા મહિલા સાથે લગ્ન કરવા માટે દબાણ કરતા પ્રેમી સામે ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદેશ શહેરમાં રહેતી ૩૭ વર્ષની મહિલાના પતિનું કોરોનાકાળ દરમિયાનનિધન થયું હતું. ત્યારબાદ મહિલા સોશ્યલ મીડિયા મારફતે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા ઉત્તમ મુનોતના સંપર્કમાં આવી હતી, અનેબંને વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યોહતો. જો કે, મહિલાને પ્રેમી પરથી વિશ્વાસ ઉઠી જતાં તેણે લગ્ન કરવા ઈન્કાર કર્યો હતો. જેથી નાસીપાસ થયેલ પ્રેમી ઉત્તમ મુનોતસોશ્યલ મીડિયામાં મહિલાના ફોટા, વિડિયો અપલોડ કરીને પરેશાન કરતો હતો, સમજાવવા છતાં શારીરિક અને માનસિક રીતે હેરાનગતિની પ્રવૃતિ ચાલુ રાખતા મહિલાએ નવા પુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ઉત્તમ મુનોત સામે બીએનએસની કલમ તેમજ આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી

