ગેંગવોરમાં સામેલ બૂટલેગરો સહિત ૮ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ
આરોપીઓ જામીન પર મુક્ત થયા પછી ફરીથી ગુનાઇત પ્રવૃત્તિ ચાલુ કરી દેતા હતા
વડોદરા,વારસિયાના નામચીન બૂટલેગરો વચ્ચે થયેલી ગેંગવોરમાં સંડોવાયેલા આરોપીઓ તથા બૂટલેગરો દ્વારા કરવામાં આવતી દારૃની પ્રવૃત્તિને ધ્યાને લઇ પોલીસે કુલ આઠ બૂટલેગરો સામેગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે.
વારસિયાની સંતકંવર કોલોનીમાં રહેતા ૨૨ વર્ષના હેરી લુધવાણીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે,તા.૧૭મી એપ્રિલે રાતે હું મારા મિત્ર વિવેક કેવલાની અને કૃણાલ સોલંકી સાથે જતો હતો. ત્યારે ફતેગંજ બ્રિજ પર અમારો પીછો કરતી ઇકો સ્પોર્ટ્સ કારે અમને આંતર્યા હતા.કારમાંથી અલ્પુ પાઇપ અને મુકેશ ઉર્ફે ચપટ દંડો લઇ ઉતર્યા હતા.તેઓએ મારા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે (૧) અલ્પેશ ઉર્ફે અલ્પુ વાઘવાણી (૨) મુકેશ ઉર્ફે ચપટ ગોસ્વામી (૩) રવિ બિમનદાસ દેવજાણી અને (૪) રાજુ સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સિટિ પોલીસ સ્ટેશનમાં રવિ દેવજાનીએ હિમાંશુ ઉર્ફે હેરી, કુણાલ સોલંકી,વિવેક કેવલરામન તથા અનિલ ઉર્ફે બોબડો બુધવાણી સામે તલવારથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બંને કેસમાં સંડોવાયેલા આરોપીઓના ગુનાઇત ભૂતકાળની વિગતો પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ, પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. મારામારીના ૩૪ દિવસની મેરેથોન તપાસ પછી પોલીસે ગેંગવોરમાં સામેલ બૂટલેગરો સહિત કુલ ૮ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ટોળકીમાં અન્ય બૂટલેગરો પણ સામેલ છે. પોલીસે આ ગુનામાં રવિ, કમલેશ અને યશને ઝડપી પાડયા છે.
ગુજસીટોકના ગુનામાં સામેલ ૮ આરોપીઓ
વડોદરા,
(૧) અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમાલ વાઘવાણી (રહે. સંતકંવર કોલોની, વારસિયા)
(૨) હરેશ ઉર્ફે હરી ચંદ્રકાંતભાઇ બ્રહ્મક્ષત્રિય (રહે. એસ.કે. કોલોની,વારસિયા)
(૩) કમલેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઇ ડાવર (રહે.બેસિક રેસિડેન્સી, ખોડિયાર નગર પાસે, મૂળ રહે. સંજયનગર વારસિયા)
(૪) યશ મહેશભાઇ ચાવલા (રહે. સિન્ધુ પાર્ક સોસાયટી, વારસિયા)
(૫) જુબેર સફીભાઇ મેમણ (રહે. મોગલવાડા, કિતાબઘરની સામે, વાડી)
(૬) મોહિત ઉર્ફે બટકો પ્રકાશભાઇ મનવાણી (રહે. સંતકંવર કોલોની, વારસિયા)
(૭) ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવ (રહે. જગદીશ પાર્ક ફ્લેટ, વારસિયા)
(૮) રવિ બિમનદાસ દેવજાણી (રહે. દાજી નગર, વારસિયા)
સૌથી વધુ ૬૬ ગુના જુબેર સામે નોંધાયા છે
વડોદરા,
(૧) અલ્પુ ૫૫ ૪
(૨) હરેશ ૪૬ ૬
(૩) પપ્પુ ૨૨ ૩
(૪) યશ ૨૨ ૧
(૫) જુબેર ૬૬ ૨
(૬) મોહિત ૧૩ ૧
(૭) ધર્મેશ ૧૪ ૨
(૮) રવિ ૨૦ ૩
ગુજસીટોકનો ગુનો દાખલ થતા પહેલા આરોપી દારૃ વેચતા ઝડપાયો
રવિ સામે અગાઉ એક જ સમયે બે અલગ - અલગ સ્થળે ગુનો કરવાની ફરિયાદ થઇ હતી
વડોદરા,ગુજસીટોકનો ગુનો દાખલ થયા પહેલા એક આરોપી દારૃ વેચતો હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે તેના ઘરે રેડ કરી દારૃ સાથે તેને ઝડપી લીધો હતો.
બૂટલેગરો વચ્ચેની ગેંગવોર પછી બૂટલેગરોના ગુનાઇત ભૂતકાળની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ૮ આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે પૂર્વે એક આરોપી રવિ બિમનદાસ દેવાજાણી સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ થયો છે. આરોપી રવિ પોતાના ઘરે દારૃ વેચતો હોવાની માહિતીના આધારે પોલીસે તેના ઘરે રેડ કરતા દારૃની ૬ બોટલ સાથે રવિ ઝડપાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રવિ દેવજાની સામે અગાઉ જ્યારે મારામારીનો ગુનો જે સમયે સિટિ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો.તે જ સમયે તેણે મારામારી કરી હોવાનો ગુનો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો.