Get The App

દુદાપર ગામ નજીક ટ્રક પાછળ કાર ઘૂસ્યા બા આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
દુદાપર ગામ નજીક ટ્રક પાછળ કાર ઘૂસ્યા બા  આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો 1 - image

- ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર અકસ્માત

- આગ શાંત થયા બાદ કારમાંથી બળી ગયેલા કાર ચાલકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ધ્રાંગધ્રા મોકલાયો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર શુક્રવારે વહેલી સવારના સમયે દુદાપર ગામ નજીક ધ્રાંગધ્રાથી માલવણ તરફ જતી ટ્રકની પાછળ ગાંધીધામથી અમદાવાદ જતી એક કાર (જીજે-૩૯-ટીએ-૬૦૩૮) ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળના ભાગને મોટાપાયે નુકસાન થયું હતું .

અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી જતા કારના ચાલક વિક્રમકુમાર રાજેન્દ્રસિંહ રાજપૂત (હાલ રહે.ગાંધીધામ, મુળ રહે.બિહાર) અંદર જ ફસાઈ ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર ચાલક કારની અંદર જ ભુંજાઈ જતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. 

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ શાંત થયા બાદ કારમાંથી બળી ગયેલી કાર ચાલકના મૃતદેહને બહાર કાઢી પી.એમ. અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ તપાસ માટે મૃતદેહને ફોરેન્સિક તપાસ અર્થે રાજકોટ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ કારના નંબરના આધારે વાહન માલિક અને મૃતકની ઓળખ અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.