Jamnagar Accident : જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આજે વહેલી સવારે જી.જે. 10 ડી.એન. 3091 નંબરની કાર એકાએક બેકાબુ બની હતી, તેના ચાલકે કારના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને રોડની વચ્ચેના ડિવાઈડર સાથે ટકરાઈ જતાં પલટી મારી ગઈ હતી, અને કાર ઊંધા માથે થઈ હતી.
આ બનાવ સમયે ત્યાંથી મોર્નિંગ વોકમાં નીકળેલા એક રાહદારીને કારની ટક્કર લાગી જવાથી ઈજા થઈ હતી, તેઓને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
કારનો ચાલક આ બનાવ સમયે તેમાંથી બહાર નીકળી ગયો હતો, અને પોતાની કાર રસ્તા પર છોડીને ભાગી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડતો થયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


