વિરમગામના થુલેટા ગામ નજીક દારૃ ભરેલી કાર પલટી મારી ગઇ
ખોટી નંબર પ્લેટ લગાવી દારૃની હેરાફેરી થતી હતી
અકસ્માતમાં ઇજાગ્રસ્ત રાજસ્થાનનો ખેપિયો ઝડપાયો ઃ એક વાહન મૂકીને ફરાર થઈ ગયો
વિરમગામ - નળ સરોવર રોડથી આગળ થુલેટા ગામ જવાના રસ્તા ઉપર ગાડી પલટી મારી ગયેલી ગાડીમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીન મળી રૃ.૨,૬૮,૮૨૯ના મુદ્દા માલ સાથે એક આરોપી ઝડપાઈ ગયો હતો બીજો આરોપી નાસી છૂટયો હતો.
નળસરોવર પોલીસને માહિતી મળેલ કે નળ સરોવરથી આગળ થુલેટા ગામ જવાના રસ્તાની બાજુમાં બ્રેઝા ગાડી રોડની સાઈડમાં પલટી ખાઈ ગઇ છે. તેમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીન વેરણછેરણ પડયા છે. ઘટના સ્થળે પોલીસ આવી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૃ અને બિયરના ટીનની ૬૭૮ બોટ (કિં.રૃ. ૬૮,૮૨૯), ગાડી (કિં.રૃ.બે લાખ) કુલ રૃપિયા ૨,૬૮,૮૨૯ના મુદ્દામાલ સાથે ઇજાગ્રસ્ત આરોપી દેદારામ તગારામ મદાવા (રહે. પાનોરીયા, તા.બાડમેર રાજસ્થા)ની અટકાયત કરી હતી જ્યારે બીજો આરોપી ખેમરાજ જાટ (રહે. ચૌટાન, તા.બાડમેર,રાજસ્થાન) નાસી છૂટવામાં સફળ થયો હતો.
પોલીસની તપાસમાં ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની વધુ તપાસ નળ સરોવર પોલીસ ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે અગાઉ ૩જી મે ૨૦૨૫ના રોજ સાણંદ રાજસ્થાન પાસિંગ કારમાં ગુજરાત પાસિંગની નંબર પ્લેટ લગાવી દારૃની હેરાફેરી થતી હોવાનું ઝડપાયુ હતું.