વડોદરા, તા.18 ડભોઇ-વડોદરા સ્ટેટ હાઇવે પર કેલનપુર પાસે દારૃનો જથ્થો ભરેલી એક ગાડી ઝાડ સાથે અથડાતા પોલીસે ગાડીમાં તપાસ કરતા દારૃનો જથ્થો મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ સફેદ રંગની મહારાષ્ટ્ર પાસિંગની બ્રેઝા ગાડી દારૃનો જથ્થો ભરીને તે ગાડી મધ્યપ્રદેશથી છોટાઉદેપુર અને વેગા ચોકડી થઇ વડોદરા તરફ આવે છે તેવી માહિતી વરણામા પોલીસને મળતા પોલીસે કેલનપુર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ગાડી કિસાનનગર પાસે આવતા કેલનપુર નજીક પોલીસે ટ્રાફિક રોક્યો હતો. દારૃ ભરેલી ગાડીના ચાલકે ટ્રાફિક જોતા તેણે ગાડી પલટાવી રોંગ સાઇડમાં કિસાનનગર તરફ દોડાવી હતી.
ગાડી સ્પીડમાં હોવાથી રસ્તાની બાજુમાં એક ઝાડ સાથે અથડાઇ હતી અને ગાડીને મોટુ નુકસાન થયું હતું. દરમિયાન પોલીસે ગાડીમાંથી ચાલકને બહાર કાઢી તેનું નામ પૂછતા વિનોદ ભોદર રાઠવા (રહે.ટીમલાગામ, તા.છોટાઉદેપુર) જણાવ્યું હતું જ્યારે ગાડીમાંથી રૃા.૪.૮૭ લાખ કિંમતની દારૃની ૧૭૯૪ બોટલો મળી હતી. પોલીસે કુલ રૃા.૯.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે અલીરાજપુરથી આરિફ નામના શખ્સે ગાડી આપી હતી અને વડોદરા શહેરમાં છૂટક વેચાણ માટે લઇ જવાની હતી.


