Get The App

વાઘોડિયા રોડ પરથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઈ, ડ્રાઇવરની ધરપકડ: મહારાષ્ટ્ર અને સેલવાસના સપ્લાયરો વોન્ટેડ

Updated: Oct 13th, 2024

GS TEAM


Google News
Google News
વાઘોડિયા રોડ પરથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઈ, ડ્રાઇવરની ધરપકડ: મહારાષ્ટ્ર અને સેલવાસના સપ્લાયરો વોન્ટેડ 1 - image


વાઘોડિયા રોડ પર સાંઇ વિહાર ફ્લેટ પાસેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

એલ.સી.બી.ઝોન - 3ની ટીમને માહિતી મળી હતી કે, વિદેશી દારૃ ભરેલી એક સફેદ કલરની કાર સાંઇ વિહાર ફ્લેટના નાકા  પાસે ઉભી છે. તેનો ડ્રાઇવર નિલય વૈદ પણ કારમાં જ બેઠો છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે  જઇને તપાસ કરતા કાર અને ડ્રાઇવર મળી આવ્યા હતા. ડ્રાઇવરે પોતાનું નામ નિલય રમેશચંદ્ર વૈદ ( રહે. સાંઇ વિહાર સોસાયટી, પૂનમ કોમ્પલેક્સની પાછળ, પાણીગેટ) જણાવ્યું હતું. કારમાંથી વિદેશી દારૃની ૯૫ બોટલ કિંમત રૃપિયા 52,500 રૃપિયાની મળી આવી હતી. પોલીસે દારૃ, કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા 4.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૃ મોકલનાર  આરોપી બાબુ રેડ્ડી ( રહે. મહારાષ્ટ્ર) અને પીન્ટુ ( રહે. સેલવાસ)ને વોન્ટેડ જાહેર કર્યા છે.

Tags :