VIDEO: અમરેલીના ગોરખવાળા ગામ નજીક પુલ પરથી શેત્રુંજી નદીમાં ખાબકી કાર, ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Amreli News : ગુજરાતમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમરેલી સાવરકુંડલા રોડ ઉપર ગોખરવાળા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા શેત્રુંજી નદી પરના પુલ પરથી કાર નીચે ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને લઈને સ્થાનિકોએ બે બાળકી સહિત ચારેયને કારમાંથી કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમરેલી સાવરકુંડલા રોડ ઉપર મોટા ગોખરવાળા ગામ પાસે શેત્રુંજી નદી આવેલી છે. આ નદી પર પુલ બનાવામાં આવ્યો છે. જેમાં પુલ પરથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કંન્ટ્રોલ ખોય બેસતા કાર સીધી પુલમાંથી નીચે નદીમાં ખાબકી હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા કારમાં સવાર લોકોને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા.