Gujarat

જાંબુવા ગામમાં ઘર આંગણે રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી

By GS TEAM
6 Sep 20251 min read
જાંબુવા ગામમાં ઘર આંગણે રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારી

વડોદરા,જાંબુવા બ્રિજ પરના ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ગામમાં થઇને જાય છે. જેના કારણે અવાર - નવાર અકસ્માતો થતા હોય  છે. આવા જ એક અકસ્માતમાં ઘર પાસે રમતી બાળકીને અકસ્માતમાં ઇજા થઇ છે.

ડભોઇ તાલુકાના સમસપુરા ગામમાં રહેતા મેહુલભાઇ ભીખાભાઇ રાઠોડના પત્ની દોઢ વર્ષની પુત્રીને લઇને પિયર જાંબુવા ગામે પિયરમાં ગઇ હતી. ગત ૪ થી તારીખે દોઢ વર્ષની નાની બાળકી ઘર પાસે ફળિયામાં રમતી હતી. દરમિયાન જાંબુવા બ્રિજ  પર ટ્રાફિક જામ થતા હાઇવેનો ટ્રાફિક ગામમાં ડાયવર્ટ થયો હતો. તે દરમિયાન એક કાર ચાલકે ફળિયામાં રમતી દોઢ વર્ષની બાળકીને ટક્કર મારતા તેને કપાળ, જમણા હાથ અને કમરના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકીને કાર ચાલક જ સારવાર માટે  હોસ્પિટલમાં લઇ ગયો હતો. શરૃઆતમાં સમાધાનની વાત ચાલતી હોઇ કોઇ પોલીસ ફરિયાદ થઇ નહતી. પરંતુ, સમાધાન નહીં થતા છેવટે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ શરૃ કરી છે.