Gujarat
વડોદરાના હરણીમાં ચાલુ કારે આગ, ગોરવાના મકાનમાં આગથી ઘરવખરી ખાક
By GS TEAM
6 Feb 20261 min read
વડોદરામાં આગ લાગવાના જુદા જુદા બે બનાવો બન્યા હતા જેમાં જાનહાની થતા રહી ગઈ હતી.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરામાં આગ લાગવાના જુદા જુદા બે બનાવો બન્યા હતા જેમાં જાનહાની થતા રહી ગઈ હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરામાં આગ લાગવાના જુદા જુદા બે બનાવો બન્યા હતા જેમાં જાનહાની થતા રહી ગઈ હતી.
હરણી તળાવ નજીક ગઈ રાત્રે પસાર થતી એક કારમાં આગ લાગતા કારચાલક કારમાંથી ઝડપભેર બહાર નીકળી ગયો હતો અને ત્યારબાદ થોડી જ વારમાં આખી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. બનાવને પગલે વાહન ચાલકો માં નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધી મોટાભાગની કાર આગમાં લપેટાઈ ચૂકી હતી.
આગનો બીજો એક બનાવ ગોરવાના આદર્શ ડુપ્લેક્સ ખાતે બન્યો હતો. જેમાં એક મકાનમાં સવારે કોઈ કારણસર આગ લાગતા ઘરવખરીને નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડ દ્વારા આગને વધતી અટકાવવામાં આવી હતી.








