Gujarat

કોર્પોરેશનો અને નગરપાલિકાઓની આગામી સ્વચ્છ સર્વેક્ષણ સંદર્ભે ચિંતન શિબિર યોજાઇ

By GS TEAM
26 Sep 20251 min read
કોર્પોરેશનો અને નગરપાલિકાઓની  આગામી સ્વચ્છ સર્વેક્ષણ સંદર્ભે ચિંતન શિબિર યોજાઇ

,સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત અંતર્ગત નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહમાં વડોદરાને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતી મહાનગરપાલિકાની કેટેગરીમાં દ્વિતીય સ્થાનનો ૧ કરોડનો ચેક એનાયત કરાયો હતો.

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન-અર્બન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં ૪૫૮૯ શહેરોનો સર્વે હાથ ધર્યો હતો. જેની થીમ ''રીડયુસ, રી-યુઝ, રી-સાયકલ'' હતી. વડોદરા કોર્પો.ને ૧૦ લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ૧૮મો રેન્ક મળેલ હતો. જ્યારે વડોદરા શહેરને પ્રોમિસિંગ સ્વચ્છ શહેર-ગુજરાતનો એવોર્ડ મળ્યો હતો.

આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાતની કોર્પોરેશનો તથા નગરપાલિકાઓની આગામી સ્વચ્છ સર્વેક્ષણ અંગે યોજાયેલી ચિંતન શિબિરમાં સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સારૃં પરિણામ મેળવનાર કોર્પોરેશનોને સન્માનિત કરાઇ હતી. આ સમારોહમાં સુરત અને અમદાવાદ શહેરને પ્રથમ નંબરનો એવોર્ડ તથા ૧.૫૦ કરોડનો ચેક એનાયત કરાયો હતો.