Gujarat

કુડાસણમાં કાયદેસરની નોંધણી કર્યાં વગર ધમધમતુ મસાજ સેન્ટર પકડાયું

By GS TEAM
12 Jul 20251 min read
કુડાસણમાં કાયદેસરની નોંધણી કર્યાં વગર ધમધમતુ મસાજ સેન્ટર પકડાયું

પોલીસ દ્વારા તપાસ કરાતાં ભાંડો ફૂટયો

દિલ્હીની સંચાલક મહિલા સ્પા મસાજ સેન્ટર માટે પરવાનગીઓ અને જીએસટીની નોંધણી રજુ કરી શકી નહીં

ગાંધીનગર :  ન્યુ ગાંધીનગર વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચલાવાતી અસામાજીક પ્રવૃતિઓ વ્યાપક બની છે. ત્યારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા કુડાસણમાં જરૃરી કાયદેસની નોંધણી કરાવ્યા વગર ચલાવવામાં આવતું વધુએક સ્પા અને મસાજ પાર્લર પકડી પડાયું છે. જેમાં દિલ્હીની સંચાલક મહિલા સ્પા મસાજ સેન્ટર માટે જરૃરી પરવાનગીઓ અને જીએસટીની નોંધણી રજુ કરી નહીં શકતા ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

પોલીસ કંટ્રોલને મળેલી ફરિયાદના પગલે સુચના મળતાં ઇન્ફોસિટી પોલીસની ટીમ કુડાસણમાં પ્રમુખ આર્કેડ માં આવેલા બ્લુ મુન સ્પા અને મસાજ પાર્લર પર પહોંચ્યા હતાં. જ્યાં કાઉન્ટર પર મેનેજર તરીકે મુળ દિલ્હીની વતની રાજેશ્વરી દેવી મનોહરલાલ પાઠક નામની મહિલા હાજર મળી આવી હતી. પોલીસ દ્વારા મસાજ સેન્ટર માટે જીએસટી નંબર, ત્યાં કામ કરતા કર્મચારીઓની પોલીસ મથકમાં નોંધણી તથા પોલીસ પાસેથી લેવાની થતી મંજુરી અંગેના પ્રમાણપત્રો અને દસ્તાવેજોની માંગણી કરતાં સંતોષકારક જવાબો આ મહિલા આપી શકી ન હતી. ઉપરાંત જરૃરી પરવાનગીઓ રજુ કરી શકી ન હતી. જેના પગલે પોલીસ દ્વારા વિવિધ જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની સામે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં ાવી હતી.