Get The App

કાલાવડના નિકાવા ગામનો વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : બે ચિટર શખ્સોએ 51,000 પડાવી લીધાની ફરિયાદ

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
કાલાવડના નિકાવા ગામનો વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : બે ચિટર શખ્સોએ 51,000 પડાવી લીધાની ફરિયાદ 1 - image

Jamnagar Fraud Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને બે ચીટર શખ્સોએ ગૂગલ પૅ ના એકાઉન્ટમાંથી રૂપિયા 51,000 ટ્રાન્સફર કરાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને ભાયાણી બ્રધર્સ નામની વેપારી પેઢી ચલાવતા અમિતભાઈ પ્રવીણભાઈ ભાયાણી ચિટર ટોળકીનો શિકાર બન્યા હતા. રોહનભાઈ નામ ધારી એક વ્યક્તિ તથા તેની સાથે અન્ય એક શખ્સ કે જે બંનેએ વેપારી સાથે છેતરપિંડી કરીને 51,000 ની રકમ બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. ફરિયાદી અમિતભાઈના સંપર્કમાં આવેલા બે ચિટર શખ્સોએ તેના ગુગલ પૅ એકાઉન્ટમાંથી પોતાના મોબાઈલ પર લીંક મેળવી લઇ એકાઉન્ટમાંથી રૂપિયા 51,000 ટ્રાન્સફર કરી લીધા હોવાથી આખરે મામલો પોલીસ સમક્ષ લઈ જવાયો છે, અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.