ગૌચરની જમીનમાં બનાવેલી હોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું
- સાયલામાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી
- આરોપી પ્રોહીબિશન, આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલો : હાલ પાસા હેઠળ જેલમાં
સાયલા : સાયલા તાલુકામાં અસામાજિક તત્વો પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સાયલા મોડેલ સ્કૂલ પાસે આવેલી આદેશ નામની હોટલ પર બુલડોઝર ફેરવીને તોડી પડાયુ હતું અને પોલીસ સહિતનો કાફલો ત્યાં હાજર રહ્યો હતો.
સાયલા-ચોટીલા હાઈવે પર મોડેલ સ્કૂલ પાસે આવેલી ગૌચર જમીનમાં ગેરકાયદેસર હોટલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું. આ હોટલ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને હાલ પાસામાં અમદાવાદ સાબરમતી જેલમાં ધકાયેલા આરોપી દેવેન્દ્ર બોરીચાની છે. આ ઉપરાંત દેવેન્દ્ર ઉપર પ્રોહીબિશન, આર્મ્સ સહિતના ગુનાઓ નોંધાયેલા છે.