Get The App

વિદ્યાનગરમાં રોઝ ફેમેલી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

Updated: Feb 6th, 2025

GS TEAM


Google News
Google News
વિદ્યાનગરમાં રોઝ ફેમેલી સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું 1 - image


- રૂદ્રાક્ષ કોર્નર નજીકના કોમ્પ્લેક્સમાં એસઓજીનો દરોડો

- થાઈલેન્ડ, હરિયાણા, છત્તીસગઢ, રાજકોટ, સુરતથી યુવતીઓ બોલાવી 3 માસથી કુટણખાનું ચલાવતાં હતાં

આણંદ : વિદ્યાનગરના આર્યરાજ એસ્પાયરમાં ઉપરના માળે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર આણંદ એસઓજીએ મંગળવારે સાંજે દરોડો કરી મહિલા સંચાલિકા અને મેનેજરને ઝડપી પાડયાં હતાં. તેમજ સ્પા સેન્ટરમાંથી પાંચ યુવતીઓ મળી આવી હતી. વિદ્યાનગર પોલીસે બે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રણ માસથી ચાલતા કુટણખાના પર એસઓજીએ દરોડો કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 

વિદ્યાનગરના રૂદ્રાક્ષ કોર્નર પાસે આવેલા આર્યરાજ એસ્પાયરમાં હોટલની ઉપરના માળે ચાલતા રોઝ ફેમેલી સ્પા સેન્ટર ખાતે સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી આણંદ એસઓજીને મળી હતી. બાતમીના આધારે એસઓજીએ દરોડો કરતા સ્પા સેન્ટરમાંથી એક સંચાલિકા અને મેનેજરને ઝડપી પાડયાં હતાં. 

બંનેની પૂછપરછ કરતા સંચાલિકા રાખી કેસરીલાલ ગાંગલે (રહે. ઈન્દોર, એમપી) અને મેનેજર આસિફભાઈ સત્તારભાઈ વોહરા (રહે. આણંદ) હોવાનું જણાવ્યું હતું. એસઓજીએ સ્પા સેન્ટરના રૂમમાં તપાસ કરતા પાંચ યુવતીઓ મળી આવી હતી. છેલ્લા ત્રણેક મહિનાથી થાઈલેંડ, હરિયાણા, છત્તીસગઢ, રાજકોટ અને સુરતથી યુવતીઓ બોલાવી સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. 

મહિલા સંચાલિકા અને મેનેજર દ્વારા યુવતીઓને સ્પા સેન્ટરમાં રહેવા અને જમવાની સગવડ આપવામાં આવતી હતી. પ્રત્યેક ગ્રાહક દીઠ રૂ. ૧ હજાર વસૂલવામાં આવતાં હતાં. જ્યારે જે-તે યુવતીઓના ગ્રાહક પાસે જે ડીલ થાય તે પ્રમાણે નાણાં ચૂકવવામાં આવતા હોવાનું ખૂલ્યું હતું. આણંદ એસઓજીએ બંનેને વિદ્યાનગર પોલીસને હવાલે કરતા પોલીસે મહિલા સંચાલિકા અને મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :