વડોદરામાં માથાભારે શખ્સે વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી
Vadodara Crime : વડોદરામાં માથાભારે મુન્ના તડબુચ અને તેના સાગરીતે ફરી માથું ઉચક્યું છે. ઉછીના લીધેલા 3 લાખ પરત માંગનાર યુવક પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતા અને મચ્છીનો વેપાર કરતાં નિલેશ ગણેશભાઈ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યો જણાવ્યું છે કે, મારા મિત્ર મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે મુન્ના તરબૂચ (રહે. મહેબુબપુરા નવાપુરા)ના પિતા બીમાર હોવાથી તેને પૈસાની જરૂર પડતા મારી પાસે 3,00,000 માગ્યા હતા અને મેં તેને રૂ.3 લાખ આપ્યા હતા. તેની સામે તેણે તેની પત્ની શબદંબાનોની સહીવાળો ચેક મને આપી કહ્યું હતું કે પંદર દિવસ પછી પૈસા આપી દઈશ. પરંતુ ત્યારબાદ તેણે રૂપિયા નહીં આપતા મેં વારંવાર ફોન કર્યા હતા અને છેવટે એવું કહ્યું હતું કે તું પૈસા નહીં આપે તો હું તારો ચેક જમા કરાવી દઈશ. ત્યારબાદ રાત્રે 9:00 વાગે મુન્ના તડબુ એ મને ફોન કરીને ધમકી આપી હતી કે તું ચેક પાછો નહીં આપે તો જાનથી મારી નાખીશ.. બીજા દિવસે સવારે હું દુકાન પર દૂધ લેવા ગયો હતો ત્યારે મારા મિત્ર લિયાકત ઉર્ફે મદ્રાસી સાથે ત્યાં વાતો કરવા ઉભો હતો તે દરમિયાન મુન્નો તડબૂચ અને તેનો મિત્ર મોપેડ પર આવ્યા હતા અને મારા પર હુમલો કર્યો હતો.