Get The App

મોતીપુરા તાબે ભલાડાથી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
મોતીપુરા તાબે ભલાડાથી વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો 1 - image

- પોલીસની બાતમી આધારે કાર્યવાહી 

- પોલીસે વિદેશી દારૂ-બિયરની 34 બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો 

નડિયાદ : મોતીપુરા તાબે ભલાડા ગામેથી ડાંગરના પૂળામાં સંતાડેલા વિદેશી દારૂ સાથે લીંબાસી પોલીસે રવિવારે રાત્રે એક બુટલેગરને ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

લીંબાસી પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ભલાડા ગામના મોતીપુરામાં રહેતો અજિત ઉર્ફે દુધી રમેશભાઈ પરમાર પોતાના ઘર આગળ ડાંગરના પૂળામાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરે છે.જેથી પોલીસે રેડ પાડતા ઘર આગળથી મળી આવેલા શખ્સની પૂછપરછ કરતા શખ્સે અજીત ઉર્ફે દુધી રમેશભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ઘર આગળ ડાંગરના પૂળામાં તલાસી લેતા વિદેશી દારૂ-બિયર ટીન નંગ ૩૪ કિંમત રૂપિયા ૬,૮૦૦નો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.