Get The App

સરદારનગરમાં બુટલેગર અને તેના બે પુત્રોએ વેપારી પર જીવલેણ હુમલો કર્યો

બુટલેગર સરદારનગરમાં નહી પ્રવેશવાની કોર્ટની શરતને પણ રાજુ ગેંડી ઘોળીને પી ગયો

દારૂબંધીના ધજીયા ઉડાવીને બુટલેગર રાજુ ગેંડીએ પોલીસની મિલીભગતથી આતંક મચાવ્યો

Updated: Jun 9th, 2023

GS TEAM

Google News
Google News
સરદારનગરમાં બુટલેગર અને તેના બે પુત્રોએ વેપારી પર જીવલેણ હુમલો કર્યો 1 - image

અમદાવાદ 

સરકાર એક તરફ દારૃબંધીની સુફિયાની વાતો કરે છે તો બીજી તરફ સરદારનગરમાં બેરોકટોક દારૃનો વેપલો ચાલી રહ્યો છે. કુખ્યાત બુટલેગર રાજુ ગેન્ડી અને તેના પુત્ર વિકકી ગેન્ડીએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે. કાપડના એક વેપારીને રાજુ ગેન્ડી સહિત ત્રણ જણાએ હાથમાં પંચ લગાવીને મોઢાના તેમજ શરિરના અન્ય ભાગોઓ માર-મારીને હુમલો કરીને લોહી-લુહાણ કરી દીધો હતો. ત્યારબાદ ગેંડીનો પુત્ર આવ્યો હતો. તેને પણ વેપારીને માર-માર્યો હતો. તેમજ રાજુ ગેન્ડી અને તેના સાગરિતોએ વેપારીને તેના ભાઇ અજજુને ફોન કરીને બોલાવવા ધમકી આપી હતી. આ અંગે વેપારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રાજુ ગેન્ડી તેના પુત્ર અને તેના બે માણસો સહીત ચાર જણા સામે જાનથી મારી નાખવાના પ્રયાસના ગુનાની ફરિયાદ નોંધાવી હતી. નોધનિય છે કે રાજુ ગેન્ડીને સરદારનગર વિસ્તારમાં ફરકવાની પણ મનાઇ હોવા છતાં તેણે પણ ગોળીને પી ગયો છે. રાજુ ગેંડી વર્ષો જુનો બુટલેગર હોવાથી સ્થાનિક પોલીસની ગોઠવણના કારણે જ સામાન્ય લોકોમાં રોંફ મારી રહ્યો છે. ફરિયાદી વેપારી ના ભાઇ અજજુ અને રાજુ ગેન્ડીને જુની અદાવત હોવાના કારણે આ હુમલો થયો હોવાનુ પોલીસસુત્રો તરફથી જાણવા મળ્યુ છે. રાજુ ગેન્ડી અને તેનો પુત્ર વિકકી ગેન્ડી હીસ્ટ્રીશીટર છે પરંતુ પોલીસના ચારેય હાથ હોવાથી તેનુ કોઇ કશુ બગાડી શકતુ નથી. અજ્જુ સામે પણ અનેક ફરિયાદ નોંધાઇ છે.

સરદારનગર વિસ્તારમાં આવેલા સાંઇબાબાના મંદિર પાસે શીવ સાંઇ કોમ્પલેક્ષમાં 31 વર્ષિય લલીત હીરાનંદ રાધાણી રહે છે. તેમની કલોલમાં કપડાની દુકાન છે. લલીતનો મોટોભાઇ અજ્જુ રાધાણી છે. છેલ્લા કેટલાય સમયથી સરદારનદગરના કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી અને અજજુ વચ્ચે ઝઘડો ચાલે છે. આ અંગે બંન્ને જણાએ એક-બીજા ઉપર ફરિયાદો નોંધાવી છે. તેમાંથી એક કેસમાં રાજુ ગેંડીને સરદારનગર વિસ્તારમાં નહી આવવાની શરતે કોર્ટે જામીન આપી હતી.  અજજુનો વેપારી ભાઇ લલીત ગુરુવારે રાત્રે દોઢ વાગે એકટીવા પર સરદારનગર સર્કલથી સાંઇબાબા મંદીર તરફ આવતો હતો. ત્યારે રાજુ ગેન્ડી અને તેના બે સાગરિતો ગોપાલ સીંધી અને સોનુ ઉર્ફે મણકો  સ્વિફટ કારમાં 

આવતા હતા. જેથી લલીતનુ એકટીવા અટકાવીને રાજુ ગેન્ડી તેમજ તેના સાગરિતોએ એકટીવા ઉપરથી ઉતારીને ત્રણ ચાર લાફા મારી દીધા હતા. તેમજ હાથમાં પંચ પહેરીને લલીત પર હુમલો કરીને લોહી-લુહાણ કરી દીધો હતો. ત્યારબાદ રાજુ ગેન્ડીનો પુત્ર વિકી પણ ટુ વ્હિલર લઇને આવ્યો હતો તેણે પણ લલીતને ખુબ જ માર્યો હતો. લલીતને ચાર લુખ્ખાઓએ તેના ભાઇ અજજુને ફોન કરીને બોલાવવા કહ્યુ હતુ. પરંતુ તેનો ફોન કર્યો નહોતો. જેના કારણે ફરીથી લલીતને માર માર્યો હતો. તેમજ વિકકી ગેન્ડીએ ઝપાઝપી કરતાં લલીતની 90 હજારની સોનાની ચેઇન તોડી નાખી હતી. આખરે લુખ્ખાઓ જતાં રહ્યાની પાંચ જ મિનીટ પછી રાજુ ગેન્ડીનો બીજો પુત્ર રવિ ગેંડી આવ્યો હતો. તેણે લલીતને ધમકી આપી હતી કે જો તે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો તને જાનથી મારી નાખીશુ. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રાજુ ગેન્ડી સામે અજજુએ નોંધાવેલી ફરિયાદમાં સમાધાન કરવા માટે લલીત પર હુમલો થયો હોવાનુ જણાવવામાં આવ્યુ છે.