Gujarat

મોટા વિરવા ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

By GS TEAM
5 Oct 20251 min read
મોટા વિરવા ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

- શખ્સ વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ

- એસઓજીએ દવાની ટીકડીઓ, સીરપ, મેડીકલ પ્રેકટીસને લગતા સામાન, મોબાઈલ મળી કુલ રૂ. 43 હજારનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : બોટાદ તાલુકાના મોટા વિરવા ગામે ડિગ્રી ન હોવા છતાં પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી ક્લિનિક ચલાવતા શખ્સને બોટાદ એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, મોટી વીરવા ગામે જયસુખ ગણેશભાઈ બારોલીયા પોતાના રહેણાંકના મકાનમાં કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકેની ઓળખ આપી જય મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામનું દવાખાનું ચલાવે છે જે બાતમીના આધારે એસઓજીના સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી તલાશી લેતા જયસુખ ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઇપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી ક્લીનીક ચલાવી ક્લીનીકમાં દવાની ટીકડીઓ, સીરપની બોટલ તથા અન્ય મેડીકલ પ્રેકટીસને લગતા સામાન મળી કુલ રૂ. ૩૦,૧૫૫.૩૮ તથા રોકડ રૂપિયા ૮,૧૧૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ.૫૦૦૦ તથા મેડીકલ બીલ નંગ ૩ મળી કુલ કિમંત રૂ.૪૩,૨૬૫.૩૮ ના મુદ્દામાલ સાથે જયસુખની ધરપકડ કરી તેના વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.