Get The App

તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહી ચાકુથી હુમલો

ખોખરામાં દુકાનમાંથી ખેંચીને બહાર કાઢી યુવકને ઢોર માર માર્યો

ખોખરા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહી ચાકુથી હુમલો 1 - image

અમદાવાદ, સોમવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને  નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલા કરી રહ્યા છે. ખોખરામાં દુકાનમાં ઘૂસીને તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહીને ગાળો બોલીને માર મારીને ચાકુના ઘા માર્યા હતા. બાદમાં દુકાનની બહાર લાવીને ઢોર માર મારીને ત્રણેય શખ્સો  ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાંગ સારવાર માટે સિવિસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘાતક હુમલો કરીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઃ ખોખરા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખોખરામાં  રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં વિશાલ, પ્રિન્સ અને ગણેશ સામે ફરિયાદ નોંધાવી છે કે

 ગત તા.૨૩ના રોજ રાતના સમયે તે ચાલીની બહાર આવેલ હેરસલૂનની દુકાનમાં બેઠો હતો. આ ત્રણેય દુકાનમાં આવ્યા હતા.  આ  સમયે વિશાલએ તને ભાઇ બનવાનો બહુ શોખ છે કહીને માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ  દુકાનની બહાર લાવીને ચાકુ ઘા માર્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય શખ્સો નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.