Gujarat

ગાળો બોલવાની ના પડતાં યુવક, મામાના દિકરાને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યા

By GS TEAM
23 Jun 20252 mins read
ગાળો બોલવાની ના પડતાં યુવક, મામાના દિકરાને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યા

અમદાવાદ,સોમવાર

બાપુનગરમાં ઘર પાસે બાઇક પાર્ક કરીને ત્રણ શખ્સો ગાળો બોલતા હતા યુવકે ગાળો બોલવાની ના પાડીને સમજાવતા તેમના અને તેમના મામાના દિકરાને ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યા હતા  છોડાવવા વચ્ચે પડતાં યુવકના દિકરાને પણ માથામાં લાકડાના દંડાના ફટકા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ ત્રણેય હાલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકને માર મારી ઘાતક હુમલો કર્યા બાદ દિકરાને માથામાં દંડાના ફટકા મારતા પિતા પુત્ર સહિત ત્રણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ  ઃ બાપુનગર પોલીસે ગુનો નોંધ્યો

બાપુનગરમાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં પોતાની ચાલીની બાજુની ચાલીમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે યુવક પરિવારજનો સાથે સૂતા હતા આ સમયે  આરોપી તેમના મકાનના નીચે ભાગે બાઇક પાર્ક કરીને બેઠા હતા અને બુમાબુમા કરીને મોટે મોટે ગાળો બોલતા હતા. જેથી યુવકે બાઇક પરથી ઉતરી જઇને ગાળો બોલવાની ના પાડી હતી.

ત્રણેય લોકો માનતા ન હોવાથી યુવકે નીચે આવીને સમજાવવા જતાં ઉશ્કેરાઇ જઇને મારા મારી કરી હતી એટલું જ નહી શખ્સે ચાકુ લઇને આવીને યુવકને પેટમાં ચાકુ મારીને લોહી લુહાણ કર્યા હતા આ સમયે તેમના મામના દિકરો છોડાવવા વચ્ચે આવતાં તેને પણ ચાકુના ઘા મારીને લોહી લુહાણ  કર્યો હતો તેવામાં ફરિયાદીનો દિકરો આવતાં તેને પણ માથામાં દંડાના ફટકા મારીને ગંભીર રીતે ઘાયલ કરતા હાલમાં ત્રણેય સારવાર હેઠળ છે. આ ઘટના અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.