ભાગ બાગ નહી મળે કહી કહી ઉપરા છાપરી છરાના ઘા મારી યુવક પર ખૂની હુમલો

અમદાવાદ, બુધવાર
દાણીલીમડામાં મિલકતની તકરારમાં ખૂની હુમલો થયો હતો જેમાં યુવકના મૃતકભાઇ અને આરોપીઓે ભાગીદારમાં ૨૦૦ વારો પ્લોટનો લીધો હતો જો કે યુવકના ભાઇનું મરણ થતાં આરોપીએ આ પ્લોટમાં મકાન બનાવીને બોરોબાર વેચી દીધા હતા. ભાગ માટે ગલ્લા તલ્લા કરતા હતા ગઇકાલે આરોપીએ યુવકને ભાગ માટે બોલાવીને ઢોર માર મારીને છરી અને મરઘી કાપવાના છરાના આડેધડ દસ ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો યુવક હાલમાં એલ.જી.હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે સગા બે ભાઇ સામે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પ્લોટમાં મકાનો બનાવી વેચી દીધા, ભાગ માટે મળવા બોલાવી બે ભાઇએ છરાના દસ ઘા મારી લોહી લુહાણ કરતા ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ
દાણીલીમડામાં રહેતા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં દાણીલીમડા પટેલના મેદાનમાં રહેતા બે ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મોટાભાઇ અને આરોપીએ ભાગીદારીમાં દોઢ વર્ષ પહેલા ૨૦૦ વારનો પ્લોટ લીધો હતો. જો કે એક વર્ષ પહેલા ફરિયાદી યુવકના મોટાભાઇનું બિમારીના કારણે મરણ થયું હતું.
મૃતક બિમાર હતા ત્યારે આરોપીએ પ્લોટમાં બાંધકામ શરુ કર્યું હતું, પાંચ મહિના પહેલા મકાનો બનાવીને વેચી દીધા હતા. ચાર મહિનાથી ભાગ માટે ગલ્લા તલ્લા કરતા હતા ગઇકાલે આરોપીએ યુવકને ભાગ માટે બોલાવીને ઢોર માર મારીને છરી અને મરઘી કાપવાના છરાના આડેધડ દસ જેટલા ઘા મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો યુવક હાલમાં એલ.જી.હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે સગા બે ભાઇ સામે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.








